એક-બે નહીં, ૧૦૦ હૉર્ન લગાવેલી બાઇક જોવા મળી કાવડયાત્રામાં

09 August, 2026 01:58 PM IST  |  haridwar | Gujarati Mid-day Correspondent

ફરીદાબાદના અમને કાવડયાત્રા માટે બાઇકમાં લગભગ ૧૦૦ હૉર્ન લગાવતાં હરિદ્વારમાં આ બાઇક આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે પોલીસે શંકરાચાર્ય ચોક પર બાઇક જપ્ત કરી હતી.

એક-બે નહીં, ૧૦૦ હૉર્ન લગાવેલી બાઇક જોવા મળી કાવડયાત્રામાં

હરિદ્વારથી શરૂ થતી કાવડયાત્રામાં રોજેરોજ કંઈક અલગ-અલગ રંગો જોવા મળે છે. લાખોની સંખ્યામાં કાવડિયાઓ ગંગાજળ લેવા માટે હરિદ્વાર જઈ રહ્યા છે. આ કાવડયાત્રામાં એક અનોખી બાઇકે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફરીદાબાદના અમન નામના ભાઈએ બાઇકમાં એક-બે નહીં, લગભગ ૧૦૦ હૉર્ન લગાવ્યા હતા. તેણે બાઇકને મૉડિફાય કરીને બાઇકના હૅન્ડલ ફરતે સર્કલમાં સંખ્યાબંધ હૉર્ન લગાવ્યા હતા. એને કારણે બાઇક એકદમ જુદી તરી આવતી હતી. આવી બાઇક લઈને જતા ભાઈ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, પરંતુ આ આકર્ષણ ટ્રાફિક-પોલીસને બહુ જચ્યું નહોતું. હરિદ્વારના શંકરાચાર્ય ચોક પર જ પોલીસે તેને અટકાવી લીધો હતો. અમન પાસેથી જપ્ત કરીને એક પોલીસ આ બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈકે વિડિયો બનાવ્યો હતો અને એ વાઇરલ થઈ ગયો હતો. પોલીસે કહ્યું હતું કે આ બાઇક સાતમી ઑગસ્ટે જપ્ત કરી લેવામાં આવી હતી, હવે એના પર કેટલો દંડ લગાવવો એ નક્કી કરવામાં આવશે. 

haridwar faridabad shravan offbeat news hatke news