હરિયાણામાં કૉલેજમાં ઍડ્‍મિશન લેવું હોય તો દરેક વિદ્યાર્થીએ એક છોડ રોપવો પડશે

12 June, 2026 02:44 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

કૉલેજકાળ દરમ્યાન વિદ્યાર્થીએ એ છોડની કાળજી પણ લેવાની રહેશે

ટ્રી પ્લાન્ટેશન

હરિયાણાની સરકારી અને અન્ય કૉલેજોમાં ભણવા માગતા વિદ્યાર્થીઓએ ઍડ્‍મિશન લેતી વખતે એક છોડ રોપવો પડશે. આ માત્ર ફૉર્માલિટી નથી પરંતુ જવાબદારી છે. કૉલેજકાળ દરમ્યાન વિદ્યાર્થીએ એ છોડની કાળજી પણ લેવાની રહેશે. સ્ટુડન્ટ આમ તો ઇચ્છે ત્યાં વૃક્ષ રોપી શકે છે, પણ એ ક્યાં છે અને કઈ કન્ડિશનમાં છે એ તેના પ્રોગ્રેસ રિપોર્ટમાં ગમે ત્યારે તપાસવામાં આવે એવું બની શકે છે. ઘર, કૉલેજ કે અન્ય કોઈ જાહેર સ્થળે જ્યાં તે સરળતાથી એ વૃક્ષની કાળજી લઈ શકે એમ હોય એ રીતે તેણે છોડ રોપવાનો રહેશે. કૉલેજ પૂરી થઈ ગયા પછી તેણે રોપેલા વૃક્ષની જવાબદારી જુનિયર વિદ્યાર્થીને આપવાની રહેશે. નવા ઍડ્‍મિશન સત્રથી આ નિયમ દરેક નવા વિદ્યાર્થી માટે લાગુ પડશે. હરિયાણાના એજ્યુકેશન વિભાગના જણાવ્યા મુજબ આ પહેલથી માત્ર વૃક્ષારોપણ જ કરવાનું નથી, લોકોને વૃક્ષોની કાળજી લેવા માટે સજાગ કરવાનો હેતુ પણ છે.

offbeat news haryana india environment