આ ફોટોગ્રાફર જ્યાં જાય ત્યાં બિલ્ડિંગોમાં ચહેરા શોધી કાઢે છે

29 March, 2026 01:57 PM IST  |  Netherlands | Gujarati Mid-day Correspondent

મોટા ભાગનાં બિલ્ડિંગો એકદમ આમ છે, પરંતુ એને જે દૃષ્ટિકોણથી ક્લિક કરવામાં આવ્યાં છે એ એને ખાસ બનાવે છે.

નેધરલૅન્ડ્સનાં વિવિધ શહેરોની ગલીઓમાં અલગ તરી આવે એવાં ઘરોની તસવીર

નેધરલૅન્ડ્સનો ફોટોગ્રાફર ઍલેક્સ મૅરિડાશવિલી આમ તો ટેક્નૉલૉજીમાં માસ્ટર છે અને કોડિંગ કરે છે, પણ જ્યારે તેના હાથમાં કૅમેરા આવે તો તરત તેની નજર ક્રીએટિવ થઈ જાય છે. ઍલેક્સને નેધરલૅન્ડ્સનાં વિવિધ શહેરોની ગલીઓમાં અલગ તરી આવે એવાં ઘરોની તસવીરો લેવાનું પૅશન છે. એમાંય થોડા સમય પહેલાં તેણે આ તસવીરોમાંથી એક ખાસ થીમવાળું ક્લેક્શન બહાર પાડ્યું છે. આ થીમ છે ફેસ ઑન બિલ્ડિંગ. મતલબ કે બિલ્ડિંગોમાં આવેલાં બારી-દરવાજાઓ અને અન્ય સ્ટ્રક્ચરની એવી ગોઠવણી થઈ હોય જેનાથી એકાદ દીવાલ પર ચહેરો હોય એવો ભાસ થાય. બે આંખો, એક નાક અને હોઠની સાથે ક્યારેક કાન પણ એ ચહેરામાં દેખાય. મોટા ભાગનાં બિલ્ડિંગો એકદમ આમ છે, પરંતુ એને જે દૃષ્ટિકોણથી ક્લિક કરવામાં આવ્યાં છે એ એને ખાસ બનાવે છે. 

offbeat news netherlands international news world news