કાંસાનાં કિંગ અને ક્વીનની મૂર્તિ વેચાઈ ૩૧૯ કરોડ રૂપિયામાં

09 March, 2026 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિટિશ મૂર્તિકાર હેન્રી મૂરે બનાવેલી પ્રસિદ્ધ કાંસાની મૂર્તિ તાજેતરમાં લંડનમાં યોજાયેલા ક્રિસ્ટીઝ ઑક્શનમાં વેચાઈ હતી. કિંગ અને ક્વીનની જોડી દર્શાવતી આ કાંસાની મૂર્તિ પહેલી વાર ૧૯૫૩માં હેન્રી મૂરના સ્ટુડિયોમાંથી ખરીદાઈ હતી.

કાંસાનાં કિંગ અને ક્વીનની મૂર્તિ વેચાઈ ૩૧૯ કરોડ રૂપિયામાં

બ્રિટિશ મૂર્તિકાર હેન્રી મૂરે બનાવેલી પ્રસિદ્ધ કાંસાની મૂર્તિ તાજેતરમાં લંડનમાં યોજાયેલા ક્રિસ્ટીઝ ઑક્શનમાં વેચાઈ હતી. કિંગ અને ક્વીનની જોડી દર્શાવતી આ કાંસાની મૂર્તિ પહેલી વાર ૧૯૫૩માં હેન્રી મૂરના સ્ટુડિયોમાંથી ખરીદાઈ હતી. એ પછી એક બ્રિટિશરના પ્રાઇવેટ કલેક્શનમાં એ પડી હતી. આ ગુરુવારે એટલે કે પાંચમી માર્ચે એનું ઑક્શન થયું હતું. આ મૂર્તિ ૨૬.૩૪ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૩૧૯ કરોડ રૂપિયામાં વેચાઈ હતી અને હેન્રી મૂરના ક્રીએશન માટે રેકૉર્ડ બની ગયો હતો. હેન્રી મૂર વેસ્ટ અમેરિકામાં જ પેદા થયેલા આર્ટિસ્ટ છે જેમણે લીડ્સ સ્કૂલ ઑફ આર્ટમાં ભણીને અવ્વલ દરજ્જાનાં શિલ્પોની રચના કરી હતી. 

london offbeat news great britain international news world news