રણની વચ્ચે એકલુંઅટૂલું ઘર મળે છે ૧૨.૮ કરોડમાં

14 September, 2021 01:24 PM IST  |  Mojave | Gujarati Mid-day Correspondent

આ ઘર ખરીદનારને એનો કબજો તરત મળી શકે એમ છે

એકલુંઅટૂલું ઘર

અમેરિકાના ચાર રણપ્રદેશોમાં સૌથી નાના, પણ સૌથી સૂકા મોહાવી ડેઝર્ટમાં રણની વચ્ચોવચ વિશાળ પથ્થર વચ્ચે અંદાજે પાંચ એકર જમીન પર ફેલાયેલું ઘર ૧૭.૫ લાખ ડોલર (અંદાજે ૧૨.૮ કરોડ રૂપિયા)માં વેચવા કાઢવામાં આવ્યું છે. નિર્જન કે માનવીય વસ્તીથી દૂરના રણમાં બનેલું આ ઘર જોવામાં એવું લાગે જાણે એને ટાઉનશીમાંથી ઉપાડીને સીધું રણમાં ગોઠવી દેવાયું હોય.

આ ઘર ખરીદનારને એનો કબજો તરત મળી શકે એમ છે. આસપાસ કોઈ ઘર ન હોવાથી સનબાથનો આનંદ ઉઠાવી શકાય છે. જોકે કિરાણા અને અન્ય સામાનની ખરીદી માટે તમારી પાસે વાહન હોવું જરૂરી છે. ઘરની ડિઝાઇન જાણીતા આર્કિટેક્ટ ગ્રુપ અર્બન આર્કિટેક્ચરલ સ્પેસ ગ્રુપ દ્વારા તૈયાર કરાઈ છે.

મેટલ અને ફીણથી બનેલી ફ્રેમની ટોચ પર બનાવવામાં આવેલી ઘરની કૉન્ક્રીટની દીવાલો કથિત રીતે ‘અમીટ’ છે. રણમાં ઘર બનાવવામાં આવ્યું હોવાથી  દીવાલોમાં કૂલિંગ મેકૅનિઝમ પણ છે, જે રણની સ્થિતિમાં આવશ્યક હોય છે.

offbeat news international news united states of america