લંડનના મ્યુઝિયમમાં મુકાશે વિશ્વના સૌથી મોટા ડાયનોસૉરનું હાડપિંજર

29 November, 2022 11:24 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

જીવતું હશે ત્યારે એ ૧૨૧ ફુટ લાંબું અને ૬૫ ટન વજન ધરાવતું હશે

ટાઇટૅનોસૉર

હજારો વર્ષ પહેલાં પૃથ્વી પર વિશાળ કદનાં ડાયનૉસોર હતાં. એના કદ વિશે કલ્પના કરનારાઓ માટે લંડનની નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ દ્વારા આવા એક ડાયનૉસોરનું નામ જ એવું આપ્યું છે જેને લીધે બધી ખબર પડી જાય. આવતા વર્ષે ટાઇટૅનોસૉરનું હાડપિંજર અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવશે, જે અત્યાર સુધી મળેલું સૌથી વિશાળ કદના ડાયનોસૉરના અવશેષ છે. જે અહીંના જાણીતા ડિપી ધ ડિપ્લોડૉક્સ કરતાં ચાર ગણું વજન ધરાવે છે અને બ્લુ વ્હેલ હૉપ કરતાં ૪૦ ફુટ લાંબું છે. આ ડાયનોસૉરનું લેટિન નામ પેટાગોટિટન મેયોરમ છે. વળી ડાયનોસૉરનું હાડપિંજર માત્ર ૩૦ ફુટ ઊંચા વૉટરહાઉસ ગૅલરીમાં જ ફિટ થશે. આ ડાયનોસૉરનું વજન ૯થી વધુ આફ્રિકન હાથીઓ જેટલું છે, જેને કારણે અહીં આવતા લોકોને આ ગ્રહના હાલના સૌથી મોટા અને સંવેદનશીલ જીવોની સંભાળ રાખવા માટે પ્રેરણા મળશે. આ ટાઇટૅનોસૉર લાંબી પૂંછડી, લાંબી ગરદન અને નાનું માથું ધરાવતાં શાકાહારી પ્રાણી હતાં. જેના અવશેષો ઍન્ટાર્કટિકા સિવાયના તમામ ખડકો પર મળી આવ્યા છે.

લંડનના મ્યુઝિયમમાં લાવવામાં આવનારું ટાઇટૅનોસૉર આર્જેન્ટિનામાં મળ્યું હતું. જીવતું હશે ત્યારે એ ૧૨૧ ફુટ લાંબું અને ૬૫ ટન વજન ધરાવતું હશે. આ હાડપિંજરને આર્જેન્ટિનાએ યુકેને લોન તરીકે આપ્યું છે.

offbeat news london international news