12 June, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હ્યુમનૉઇડ રોબો
રોબોને આપણે નાચતા, દોડતા, સામાન ઉપાડતા અને માણસો જેવાં કામ કરતા જોયા છે. હવે રોબોએ સાહસિક કામો કરવાનું પણ શરૂ કરી દીધું છે. એક હ્યુમનૉઇડ રોબોએ ઇક્વેડોરના ચિમ્બારાઝો નામના જ્વાળામુખીની ટોચ પર પહોંચીને ઇતિહાસ રચી દીધો છે. રોબોટિક્સની દુનિયામાં એને મોટી સફળતા માનવામાં આવે છે. પેમ્બા નામનો રોબો ઇક્વેડોરના ૨૦,૩૪૧ ફુટ એટલે કે લગભગ ૬૨૦૦ મીટર ઊંચે આવેલા જ્વાળામુખીની ટોચ પર ચડ્યો હતો. દુનિયામાં અનેક સંરક્ષિત જંગલો અને પ્રાકૃતિક ક્ષેત્રોની નિગરાની માટે સેન્સર્સ અને કૅમેરા લગાવવામાં આવે છે. જોકે હ્યુમનૉઇડ રોબો આ ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે ફરીને ડેટા એકઠો કરશે અને સૅટેલાઇટ નેટવર્કના માધ્યમથી માહિતી મોકલીને કુદરતી રીતે દુર્ગમ વિસ્તારોની માહિતી આપતા સૈનિકોનું કામ કરશે.