27 March, 2026 12:02 PM IST | Europe | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં રોડ પર ગાડીઓનું પ્રદૂષણ ઘટાડવા માટે યુરોપના માલ્ટા દેશે અનોખી સ્કીમ કાઢી છે. લોકો વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે એ માટે તેઓ રોજ ગાડી લઈને નીકળી પડવાની આદત છોડે એ જરૂરી છે. આ માટે માલ્ટામાં એક નવી સ્કીમ લૉન્ચ કરવામાં આવી છે. કારનું લાઇસન્સ સરેન્ડર કરી દેવાનું અને આગામી પાંચ વર્ષ કાર નહીં ચલાવવાનું નક્કી કરવાનું. તો સરકાર તમને ૨૬ લાખ રૂપિયા પ્રોત્સાહન રાશિ આપશે. આ સ્કીમ એકસાથે નહીં પરંતુ ધીમે-ધીમે હપ્તામાં મળશે. જોકે જો તમે આ પાંચ વર્ષ દરમ્યાન કાર ચલાવી તો તમારે મળેલા પૈસા પાછા આપવા પડે એવી જોગવાઈ પણ છે. આ સ્કીમ માટે કોણ લાયક ઠરે છે એના પણ નિયમો છે. ૩૦ વર્ષ કે એથી નાની વયની વ્યક્તિ જ આ માટે લાયક છે. બીજું, તે ઓછામાં ઓછાં ૭ વર્ષથી માલ્ટામાં રહેતી હોય એ જરૂરી છે. તેની ડ્રાઇવિંગ લાઇસન્સ હિસ્ટરી ક્લીન હોવી જોઈએ. આ સ્કીમનો લાભ દર વર્ષે માત્ર ૧૦૦૦ લોકોને જ મળશે. પાંચ વર્ષ પછી ગાડી ચલાવવા માટે ફરીથી ટેસ્ટ આપીને લાઇસન્સ મેળવવાનું રહેશે.