06 June, 2026 11:18 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયાના સિડની શહેરથી પશ્ચિમમાં આવેલા બાથર્સ્ટ શહેરમાં એક કમર્શિયલ બ્રીડરને ત્યાં છાપામારી કરીને સ્થાનિક સરકારે ગેરકાનૂની ધોરણે વાંદાનો ઉછેર કરતી ફૅક્ટરી પકડી પાડી છે. અહીં ચોક્કસ પ્રકારના વાંદાનો ઉછેર કરવાનું પ્રતિબંધિત છે. આ કૉક્રૉચના કોષોમાંથી અમુક દવા બનતી હોવાથી અને એની કેટલીક વાનગીઓ પણ પ્રચલિત હોવાથી એનો ઉછેર ગેરકાનૂની છે. અહીં લગભગ એક લાખથી વધુ વાંદા મળ્યા હતા જેની કિંમત અંદાજે ૯૫ લાખ રૂપિયાથી વધુની છે.