સ્ક્રીન પર પીત્ઝા ખાતી મહિલાઓને દેખાડી છે તો...

11 October, 2021 10:46 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઈરાનમાં ટીવી સેન્શરશિપ માટે જાહેર થયેલી નવી માર્ગદર્શિકાના ચોંકાવનારા નિયમ છે

પીત્ઝા ખાતી મહિલા

ઈરાનમાં નવા જાહેર થયેલા ટીવી-સેન્શરશિપના નિયમોએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. નવા નિયમો પ્રમાણે ઈરાનમાં મહિલાઓને ઑનસ્ક્રીન પીત્ઝા કે સૅન્ડવિચ ખાતી નહીં દેખાડી શકાય, એટલું જ નહીં, ઑફિસ જેવાં સ્થળોમાં ઑનસ્ક્રીન મહિલાઓને ચા પીરસતા પુરુષો પણ નહીં દર્શાવી શકાય. ઈરાનમાં ટીવી સેન્શરશિપ માટે જાહેર થયેલી નવી માર્ગદર્શિકાના આ તો બે-ત્રણ જ ચોંકાવનારા નિયમ છે.

એક અહેવાલ પ્રમાણે ઈરાનના સરકારી અધિકારીઓ દ્વારા ઑડિટ પછી બ્રૉડકાસ્ટર્સ અને ફિલ્મકારોને માર્ગદર્શિકા મોકલવામાં આવી છે, જે પ્રમાણે ચોંકાવનારા નિયમો લાગુ કરાયા છે. આમ તો અનેક જાહેરાતોમાં આપણે મહિલાઓને પીત્ઝા ખાતી ને આનંદ માણતી કે વિવિધ પીણાં પીને મહાલતી જોઈએ છીએ, પણ ઈરાનમાં હવે આના પર રોક લાગી જશે.

એટલું જ નહીં, નવી ગાઇડલાઇન પ્રમાણે તો ઑનસ્ક્રીન મહિલાઓને કોઈ પણ પ્રકારનું લાલરંગી પીણું પીતાં પણ નહીં દર્શાવી શકાય. ઉપરાંત ઑનસ્ક્રીન મહિલાઓને લેધર ગ્લવ્ઝ પહેરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. સ્ત્રી અને પુરુષ સાથે દર્શાવેલાં હોય એવાં કોઈ પણ સીન કે તસવીર માટે ઇસ્લામિક રિપબ્લિક ઑફ બ્રૉડકાસ્ટિંગ સામે રજૂ કરીને મંજૂરી મેળવવાની રહેશે.

offbeat news international news iran