શ્રીલંકામાં રાવણે જ્યાં સીતામાતાને રાખ્યાં હતાં એ જગ્યા જોવા જઈ શકાશે

25 April, 2024 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રોજેક્ટના ભાગરૂપ રામાયણ સાથે સંકળાયેલાં ૫૩ મહત્ત્વનાં સ્થળોને ડેવલપ કરવામાં આવશે.

`રામાયણ`ની ફાઇલ તસવીર

રામાયણકાળ દરમ્યાન શ્રીલંકામાં જ્યાં સીતામૈયાને કેદ કરવામાં આવ્યાં હતાં અને જે સ્થળે રાવણે તપસ્યા કરી હતી તથા હનુમાન અને કુંભકર્ણની ગુફાઓ સહિતનાં સ્થળો હવે વધુ સારી રીતે જોઈ શકાશે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજ સહિતના ટ્રસ્ટના અધિકારીઓએ શ્રીલંકામાં રામાયણ ટ્રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ટ્રસ્ટ દ્વારા શ્રીલંકાની સરકાર સાથે મળીને રામાયણ ટ્રેલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપ રામાયણ સાથે સંકળાયેલાં ૫૩ મહત્ત્વનાં સ્થળોને ડેવલપ કરવામાં આવશે.

offbeat videos offbeat news social media sri lanka