‍કૅનેડામાં પૈસા બચાવવાની ચાલાકીમાં ભારતીય યુવકે નોકરી ગુમાવી

25 April, 2024 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅનેડામાં ઘણી જગ્યાએ સ્ટુડન્ટ્સ ફ્રીમાં ફૂડ મેળવી શકે એ માટે ફૂડ બૅન્કની વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે જૉબ કરતો મેહુલ આ ચીજવસ્તુઓ ફ્રીમાં ઘરે લઈ આવતો હતો.

મેહુલ પ્રજાપતિની તસવીર

‘હવેલી લેતાં ગુજરાત ખોઈ’ કહેવત આપણે ત્યાં જાણીતી છે. કૅનેડામાં રહેતા મેહુલ પ્રજાપતિ નામના યુવક માટે ફરી એક વાર આ કહેવત સાચી ઠરી છે. કૅનેડામાં ટીડી બૅન્કમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા મેહુલે સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. વિડિયોમાં મેહુલ વિનામૂલ્ય અપાતી ખાણીપીણીની ચીજવસ્તુઓના આધારે કેવી રીતે પૈસા બચાવી શકાય છે એનો જાતઅનુભવ શૅર કરે છે. કૅનેડામાં ઘણી જગ્યાએ સ્ટુડન્ટ્સ ફ્રીમાં ફૂડ મેળવી શકે એ માટે ફૂડ બૅન્કની વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે જૉબ કરતો મેહુલ આ ચીજવસ્તુઓ ફ્રીમાં ઘરે લઈ આવતો હતો. વિડિયો શૅર કર્યા બાદ ઘણા લોકોએ તેને ફૂડ બૅન્ક બૅન્ડિટ ગણાવીને તેની ટીકા કરી હતી. અનેક ફરિયાદો બાદ મેહુલ જ્યાં જૉબ કરતો હતો એ બૅન્કે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.

offbeat videos offbeat news social media canada