17 April, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
ભારતીયો જુગાડ કરવામાં માહેર છે. એનો વધુ એક નમૂનો છે ઘરેલુ ચીજોમાંથી બાથરૂમના શાવરનો જુગાડ. @maximam_manthan નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર થયો છે જેમાં એક ભાઈ બાથરૂમમાં નહાઈ રહ્યા છે. શાવરમાં નહાવાનો શોખ ધરાવતા આ ભાઈને કદાચ શાવર નખાવવો પોસાય એમ નથી. જોકે એ માટે તેમણે ઘરમાં બંધ પડેલો ગૅસ-સ્ટવ વાપર્યો છે. જે ગૅસની પાઇપમાંથી રાંધણ-ગૅસ વહેતો હોય એને તેમણે ડાયરેક્ટ નળ સાથે જોડી દીધો છે અને ગૅસના સ્ટવને બાથરૂમની ઉપરના છજા સાથે ઊંધો બાંધી દીધો છે. ગૅસનાં બર્નર કાઢી નાખ્યાં છે એટલે એમાં ગૅસની જગ્યાએ પાણીનો ધધુડો નીચે પડે છે.