✕

રેલવેનું ગજબનું ભોપાળું: કોચમાં બર્થ હતી માત્ર બાવન, પણ પ્રવાસીને ફાળવાઈ ૫૪ નંબરની બર્થ

26 November, 2026 12:59 PM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

ઈશાન વાજપેયી નામના મુસાફર વારાણસીથી રાતે ૧૦.૩૫ વાગ્યે ટ્રેનમાં ચડ્યા અને ટિકિટમાં લખ્યા મુજબ A1 કોચમાં ૫૪ નંબરની બર્થ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ બોગીમાં માત્ર બાવન બર્થ જ હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ટ્રેનમાં રાતની મુસાફરી હોય ત્યારે સફર કમ્ફર્ટેબલ રહે એ માટે તમારી પાસે કન્ફર્મ બર્થ હોય એ જરૂરી છે. જોકે ભારતીય રેલવે હોય તો એટલુંય પૂરતું નથી. વારાણસીથી ગોરખપુર જતી ટ્રેનમાં એક ભાઈને કન્ફર્મ ટિકિટમાં એવો બર્થ-નંબર ફાળવાયો હતો જે કોચમાં અસ્તિત્વમાં જ નહોતો. ઈશાન વાજપેયી નામના મુસાફર વારાણસીથી રાતે ૧૦.૩૫ વાગ્યે ટ્રેનમાં ચડ્યા અને ટિકિટમાં લખ્યા મુજબ A1 કોચમાં ૫૪ નંબરની બર્થ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ બોગીમાં માત્ર બાવન બર્થ જ હતી. સવારે ૪ વાગ્યે ટ્રેન ગોરખપુર પહોંચવાની હતી અને કન્ફર્મ ટિકિટ છતાં બર્થ ન મળતાં ઈશાને ૧૩૯ નંબર પર ફોન કરીને ફરિયાદ કરી હતી અને પોતાની ટિકિટ સાથે બોગીનો વિડિયો લઈને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. રેલવેએ ફરિયાદ નોંધીને અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો હતો અને તરત જરૂરી પગલાં લેવાની બાંયધરી આપી હતી. જોકે પૅસેન્જરને એના બદલામાં નવી બર્થ મળી હતી કે નહીં એની સ્પષ્ટતા નહોતી થઈ.

varanasi gorakhpur indian railways social media offbeat news