10 January, 2026 02:24 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent
૨૬ વર્ષનો સૉફ્ટવેર એન્જિનિયર મુકેશ મંડલ
દુનિયાભરમાં ટેક્નૉલૉજી-ઇન્ડસ્ટ્રીમાં નવી ભરતીઓ ધીમી પડી ગઈ છે અને હજારો પ્રોફેશનલ્સ નોકરી બચાવવા અને ખર્ચ ચલાવવા માટે અન્ય કરીઅર-ઑપ્શન્સ વિશે વિચારવા લાગ્યા છે. એવામાં રશિયાથી એક ભારતીય મૂળના સૉફ્ટવેર એન્જિનિયર મુકેશ મંડલનો કિસ્સો બહાર આવ્યો છે. ૨૬ વર્ષનો સૉફ્ટવેર એન્જિનિયર રોડ સાફ કરવાનું કામ કરે છે અને તેને એ માટે મહિને એક લાખ રૂપિયા મળે છે. રશિયન મીડિયાના રિપોર્ટ મુજબ મુકેશ મંડલ એ ૧૭ ભારતીય નાગરિકોના ગ્રુપનો હિસ્સો છે જેઓ રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં રોડની સફાઈનું કામ કરી રહ્યા છે. ભારતમાં મુકેશ સૉફ્ટવેર ડેવલપર હતો. તેને AI સિસ્ટમ અને ચૅટબૉટ્સ જેવાં આધુનિક ટેક ટૂલ્સ પર કામ કરવાનો અનુભવ છે. એમ છતાં રશિયામાં ગુજરાન ચલાવવા માટે તે સફાઈનું કામ કરે છે.