આવી પણ ચોરી થાય : અમેરિકામાં એક ભારતીયની કારનાં ચારેય વ્હીલ ચોરાઈ ગયાં

13 September, 2026 02:47 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં ભારતીય યુવતીના ભાઈની પાર્કિંગમાં ઊભેલી કારનાં ચારેય વ્હીલ ચોરાઈ ગયા. સવારે કાર ઈંટો પર ઊભેલી મળી હતી. ચોરો કાર પર બિલ્ડિંગની પાર્કિંગ સિક્યૉરિટી અંગે સવાલ ઉઠાવતી પ્રિન્ટેડ ચિઠ્ઠી મૂકીને ગયા હતા.

અમેરિકામાં એક ભારતીયની કારનાં ચારેય વ્હીલ ચોરાઈ ગયાં

ઘણા ભારતીયોને એવું જ હોય છે કે વિદેશની ધરતી પર તો કોઈ ગુનો કે ચોરી થતી જ નથી, પરંતુ એક ભારતીય યુવતીનો આ ભ્રમ ક્ષણભરમાં ભાંગીને ભૂકો થઈ ગયો છે. અમેરિકામાં રહેતા આ યુવતીના ભાઈની કારનાં ચારેય ટાયર અને વ્હીલ ચોરો રાતોરાત ચોરી ગયા છે.ચોરોએ માત્ર વ્હીલ જ ગાયબ નથી કર્યાં, જતાં-જતાં કાર પર એક એવી ચિઠ્ઠી મૂકી ગયા જેને જોઈને ઘરના લોકોના હોશ ઊડી ગયા છે. મકાનના પાર્કિંગમાં ઊભેલી કારનાં વ્હીલ્સ ગાયબ કરીને ચોરે ત્યાં પ્રિન્ટ કરેલી ચિઠ્ઠી છોડી હતી, જેમાં બિલ્ડિંગ-મૅનેજમેન્ટની પોલ ખોલવામાં આવી હતી.
ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ‘છેલ્લા વીક-એન્ડમાં આ સોસાયટીના પાર્કિંગમાં ૩ કારમાં તોડફોડ થઈ હતી અને આ અઠવાડિયે ૩ કારનાં વ્હીલ ચોરાયાં છે. પાર્કિંગ સિક્યૉરિટી મામલે આ બિલ્ડિંગ-મૅનેજમેન્ટ ગંભીર નહીં થાય ત્યાં સુધી આ ગુનાઓ અટકશે નહીં. એમને આ વાતની જાણ કરી દો.’ સવારે જોયું તો કાર ઈંટો પર ખડી હતી. ભારતીય યુવતીએ સોશ્યલ મીડિયા વિડિયોમાં જણાવ્યું કે તેનો ભાઈ સવારે જ્યારે ગાડી પાસે પહોંચ્યો ત્યારે ગાડીનાં ચારેય ટાયર ગાયબ હતાં અને ગાડી નીચે બ્લૉક્સ મૂકેલા હતા.

united states of america world news india social media social networking site viral videos offbeat news hatke news