04 November, 2025 12:49 PM IST | New York | Gujarati Mid-day Correspondent
સ્ત્રી
શ્રદ્ધા કપૂરની ભૂતિયા ફિલ્મ ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી 2’માં ભૂત લાંબી ચોટલી અને દુલ્હનના જોડામાં છાતી સુધી ઘૂંઘટ તાણીને ચાલતું જોવા મળ્યું હતું. આ જ ભૂતને ફરીથી જીવંત કરવામાં આવ્યું હતું અમેરિકાના રસ્તાઓ પર. હૅલોવીનની સીઝનમાં લોકો જાતજાતનાં ડરામણાં રૂપ ધારણ કરતા હતા. મોટા ભાગના લોકો હૉલીવુડની ફિલ્મોના ડરામણા લુક ધારણ કરતા હતા ત્યારે ભારતીય મૂળ ધરાવતી એક મહિલાએ ઇન્ડિયન ભૂતના અવતારને જાગતું કરવાનું નક્કી કર્યું. તે રોડ પર દુલ્હનની જેમ લાલ ઘરચોળું અને લાંબી ઘૂંટણ સુધીની ચોટલી બાંધીને રસ્તા પર ચાલતી જોવા મળે છે. તેણે લાંબો ઘૂમટો તાણ્યો છે અને તે કોઈકના ઘરે બેલ મારે છે.