૩૮ વર્ષના યોગ ટીચરે પાણીની અંદર ૬ મિનિટ સુધી શ્વાસ રોકીને ૮૫ પુશ-અપ્સ લગાવ્યાં

01 August, 2026 01:20 PM IST  |  Hanoi | Gujarati Mid-day Correspondent

વિયેટનામના દીન્હ શહેરમાં રહેતા ભારતીય યોગ ટીચરે આ માટે લગભગ બે વર્ષ સુધી તાલીમ લીધી હતી

૩૮ વર્ષના કમલ કાલોઈ

પાણીની અંદર તમે કેટલી સેકન્ડ શ્વાસ રોકી શકો? કદાચ એકાદ મિનિટ? જોકે ૩૮ વર્ષના કમલ કાલોઈ નામના યોગ ટીચરે પાણીની અંદર શ્વાસ રોકવાનો કમાલનો રેકૉર્ડ બનાવ્યો છે. કમલે માત્ર શ્વાસ જ રોકી નથી જાણ્યો, પરંતુ એટલા સમયમાં શરીરને ખૂબ જ શ્રમ પડે એવાં પુશ-અપ્સ પણ કર્યાં છે. કમલે ૬ મિનિટ સુધી પાણીમાં શ્વાસ રોકીને પાણીની અંદર ૮૬ પુશ-અપ્સ કર્યાં છે. વિયેટનામના દીન્હ શહેરમાં રહેતા ભારતીય યોગ ટીચરે આ માટે લગભગ બે વર્ષ સુધી તાલીમ લીધી હતી. પહેલાં તો તેણે લાંબો સમય પાણીમાં શ્વાસ રોકવાની તાલીમ લીધી. એ પછી શરીરની તાકાત વધારવા પર ફોકસ કર્યું અને પાણીમાં શ્વાસ રોકવાની સાથે પુશ-અપ્સ કરવાની ટ્રેઇનિંગ લીધી. કમલે એક સ્વિમિંગ પૂલમાં આ સ્ટન્ટ કર્યો હતો. એક જ શ્વાસમાં જમીન પર ૮૬ પુશ-અપ્સ કરવાનો વિચાર પણ જ્યાં કપરો છે ત્યાં કમલે અન્ડરવોટર આ સ્ટન્ટ કર્યો હતો. આ સ્ટન્ટને તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા એક જ શ્વાસમાં સૌથી વધુ અન્ડરવૉટર પુશ-અપ્સ કરવાના વિક્રમ તરીકે નોંધવામાં આવ્યો હતો.

આ પહેલાં કમલે ૨૦૨૦માં પાણીની અંદર એકીશ્વાસે ૨૧ યોગમુદ્રાઓ કરવાનો વિક્રમ બનાવ્યો હતો. 

guinness book of world records vietnam india offbeat news international news world news