ભારતીય મૂળના ૨૮,૩૧,૩૩૦ લોકો બની ગયા અમેરિકન

23 April, 2024 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨,૯૦,૦૦૦ ગ્રીન કાર્ડધારક ભારતીયો નાગરિકતા મેળવવાને પાત્ર

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનું નાગરિકત્વ મેળવનારા વિદેશી મૂળના લોકોમાં ભારતીયો હવે બીજા નંબરે પહોંચી ગયા છે. ૨૦૨૨માં મેક્સિકો બાદ ભારત અમેરિકા માટે વિદેશી નાગરિકોનો બીજા નંબરનો સ્ત્રોત બની ગયું છે. ૨૦૨૨ સુધી ૪.૬૦ કરોડ વિદેશી મૂળના નાગરિકો અમેરિકામાં નિવાસ કરે છે અને હાલની ૩૩.૩૦ કરોડની વસ્તીમાં આ આંકડો ૧૪ ટકા જેટલો છે. ૨૦૨૨માં અમેરિકાએ નિયમ અનુસાર ૯,૬૯,૩૮૦ લોકોને નાગરિકતા આપી હતી. પહેલા સ્થાને મેક્સિકો ત્યાર બાદ ભારત, ફિલિપીન્સ, ક્યુબા અને ડોમિનિક રિપબ્લિકનો નંબર છે.

૨૦૨૨માં કોને કેટલી નાગરિકતા?
મેક્સિકો  : ૧,૨૮,૮૭૮ 
ભારત  : ૬૫,૯૬૦ 
ફિલિપીન્સ  : ૫૩,૪૧૩ 
ક્યુબા  : ૪૬,૯૧૩
ડોમિનિક રિપબ્લિક : ૩૪,૫૨૫
વિયેટનામ  : ૩૩,૨૪૬
ચીન : ૨૭,૦૩૮

નોંધ : આ આંકડા ૨૦૨૩ સુધીના છે. અમેરિકામાં રહેતા અને મૂળ ભારતમાં જન્મેલા લોકોમાં ૪૨ ટકા લોકો એવા છે જેઓ અમેરિકાની નાગરિકતા મેળવવા અયોગ્ય છે. ૨૦૨૩ સુધી ભારતમાં જન્મેલા ૨,૯૦,૦૦૦ વિદેશી નાગરિકો જે અમેરિકામાં ગ્રીન કાર્ડ પર છે તેઓ નાગરિકતા મેળવવાને પાત્ર થઈ ગયા છે.

offbeat videos offbeat news social media united states of america