ઇન્ડોનેશિયામાં ૭૪ વર્ષના કાકાએ ૧.૮ કરોડ રૂપિયા દહેજ આપીને ૨૪ વર્ષની કન્યા સાથે કર્યાં લગ્ન

20 October, 2025 10:43 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

મહેમાનોને પણ લગ્નમાં રિટર્ન ગિફ્ટ તરીકે કોઈ ચીજ નહીં પરંતુ ૬૦૦૦ રૂપિયા રોકડા આપ્યા હતા

તારમાન નામના કાકા અને શેલા અરીકા નામની કન્યાનાં લગ્ન થયાં

દુલ્હા અને દુલ્હન વચ્ચે જ્યારે ૫૦ વર્ષનો ઉંમરભેદ હોય ત્યારે એ લગ્ન કઈ રીતે નક્કી થયાં એનું કુતૂહલ તો સૌને રહેવાનું જ. ઇન્ડોનેશિયામાં પણ આવું જ થયું છે. ૭૪ વર્ષના એક કાકાએ જસ્ટ ૨૪ વર્ષની કુમળી કન્યા સાથે લગ્ન કર્યાં. પહેલી ઑક્ટોબરે તારમાન નામના કાકા અને શેલા અરીકા નામની કન્યાનાં લગ્ન થયાં ત્યારે કાકાએ જાહેર કર્યું હતું કે તેમણે કન્યાને ત્રણ અબજ ઇન્ડોનેશિયન રૂપિયા એટલે કે ભારતીય કરન્સીમાં ૧.૮ કરોડ રૂપિયા દહેજ તરીકે આપ્યા છે. નવાઈની વાત એ હતી કે તેમણે મહેમાનોને પણ લગ્નમાં રિટર્ન ગિફ્ટ તરીકે કોઈ ચીજ નહીં પરંતુ ૬૦૦૦ રૂપિયા રોકડા આપ્યા હતા. જોકે લગ્ન દરમ્યાન ફોટોગ્રાફી કરી રહેલી ટીમે આરોપ લગાવ્યો હતો કે તેમને અડધું જ પેમેન્ટ મળ્યું છે, લગ્ન પતાવીને દુલ્હો-દુલ્હન ક્યાંક ભાગી ગયાં છે અને તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. આ વિવાદ વધ્યો એટલે તારમાનકાકાએ સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું કે ‘અમે પતિ-પત્ની તરીકે સાથે જ છીએ અને મેં આપેલું દહેજ બૅન્ક સેન્ટ્રલ એશિયા દ્વારા પ્રમાણિત હોવાથી એ સાચું છે. અમે હનીમૂન પર છીએ, ભાગી ગયાં નથી.’

offbeat news indonesia social media international news world news