03 July, 2026 12:32 PM IST | indonesia | Gujarati Mid-day Correspondent
ચોરો
ઇન્ડોનેશિયામાં બે યુવાનો એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા ત્યારે આસપાસના રહેણાક વિસ્તારના જાગૃત લોકોએ તેમને રંગેહાથ પકડી લીધા હતા. લોકોએ ચોરને પકડીને મારપીટ કરવાને બદલે તેને બાંધી રાખ્યા હતા. પોલીસને આવતા વાર થાય એવું લાગતાં ચોરો ભાગી ન જાય એ માટે લોકોએ બન્ને ચોરોને નખશિખ બ્રાઉન ટેપમાં લપેટી લીધા હતા. માત્ર બે આંખો, નાક અને મોં જ ખુલ્લા રહે એ રીતે બાંધીને તેમને ખુરસીમાં બેસાડી દીધા હતા. એકના માથે તો એન્ટેના જેવી ટેપ પણ બહાર કાઢી હતી અને પોલીસો તેને એન્ટેનાથી ઊંચકીને લઈ ગયા હતા.