26 August, 2026 04:46 PM IST | Indore | Gujarati Mid-day Correspondent
ફોટોશૂટ માટે યુવતી ઝીબ્રા ક્રૉસિંગ પર સૂઈ ગઈ, પોલીસે પૂછપરછ કરી તો માફી માગી લીધી
ઇન્દોરમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પ્રકૃતિ ગોરે ટ્રાફિક-સિગ્નલ પાસે ઝીબ્રા ક્રૉસિંગ પર સૂઈને ફોટોશૂટ કરાવ્યું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયા પછી ઇન્દોરની પોલીસે તેની પૂછપરછ કરી હતી. વિડિયોમાં તે રેડ લાઇટ હતી ત્યારે ઝીબ્રા ક્રૉસિંગ પર સૂઈને અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવી રહી હતી. આ વિડિયો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે રોડ પર ગાડીઓ સિગ્નલને કારણે રોકાયેલી હતી. એને કારણે રોડ પર થોડીક વાર માટે ચક્કા જામ થઈ ગયું હતું. પોલીસે ઊલટતપાસ કરતાં યુવતીએ તરત જ અફસોસ જતાવીને માફી માગી લીધી હતી.