✕

ટીનેજરે ઘરની દીવાલો બ્રૅન્ડિંગ માટે ભાડે આપી અને કમાયા ૨૦.૫ લાખ રૂપિયા

21 November, 2026 11:59 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીમાં ૨૨,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૨૦.૫ લાખ રૂપિયા રળી લીધા છે અને તેનું કહેવું છે કે હજી તો કમાણી શરૂ થઈ છે. 

ફ્લૉરિડામાં રહેતી શાયલા

અમેરિકાના ટાઇમ સ્ક્વેર પરથી પ્રેરણા લઈને ફ્લૉરિડામાં એક ટીનેજરને પોતાના ઘરની દીવાલોને બ્રૅન્ડ્સ માટે ઍડ-સ્પેસ તરીકે રજૂ કરવાનો વિચાર આવ્યો. આ વિચારે તેને ઘેરબેઠાં લાખો રૂપિયાની કમાણી કરાવી આપી. ફ્લૉરિડામાં રહેતી શાયલા ટિક ટૉક પર વિડિયો બનાવીને પોસ્ટ કરતી રહેતી હોય છે. તે કૉલેજની ફીઝ ભરવા માટે કમાણીનો સ્રોત શોધી રહી હતી ત્યારે ન્યુ યૉર્કના ટાઇમ સ્ક્વેર પર બિલબોર્ડમાં સતત આવતી જાહેરખબરો પરથી પોતાના ઘરને જાહેરાતો માટે ઓપન મૂકવાનો વિચાર આવ્યો. તેણે ટિક ટૉક પર વિડિયો બનાવ્યો. ઘરના બેઠકરૂમની જે દીવાલ પાસે તે વિડિયો બનાવતી હતી ત્યાં અલગ-અલગ સાઇઝનાં બૉક્સ બનાવીને ત્યાં જાહેરાત કરવાની કિંમત કેટલી છે એના વિડિયો તેણે પોસ્ટ કરવાનું શરૂ કર્યું. પહેલાં એક નાની બ્રૅન્ડે કુતૂહલને કારણે તેના ઘરની દીવાલની સ્મૉલ સ્પેસ પર જાહેરાત આપી. આ જાહેરાત સાથેના તેના વિડિયોઝ વાઇરલ થવા લાગ્યા. થોડા જ સમયમાં આખી દીવાલ ભરાઈ જાય એટલી જાહેરાતો થઈ ગઈ. હવે તે દર મહિને જાહેરાત માટે કંપનીઓ પાસેથી પૈસા વસૂલ કરે છે. જો કોઈને ડિસકન્ટિન્યુ કરવું હોય તો એની જગ્યાએ નવી બ્રૅન્ડની જાહેરાત માટે તેની પાસે બીજી કંપનીઓ રેડી જ છે, જેનું લાંબું વેઇટિંગ લિસ્ટ તેની પાસે તૈયાર છે. અત્યાર સુધીમાં ૨૨,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૨૦.૫ લાખ રૂપિયા રળી લીધા છે અને તેનું કહેવું છે કે હજી તો કમાણી શરૂ થઈ છે. 

offbeat news florida united states of america gujarati mid day social media international news