છૂટાછેડા થવાથી ટૅટૂ દૂર કરવાને બદલે પત્નીના સ્થાને ગોરીલો બનાવી દીધો

04 January, 2026 12:56 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

લગ્ન થયા પછી પત્નીનો ચહેરો છૂંદાવ્યો, છૂટાછેડા થવાથી ટૅટૂ દૂર કરવાને બદલે પત્નીના સ્થાને ગોરીલો બનાવી દીધો

આ બન્ને તસવીરો ભાઈએ શૅર કરી છે જેમાં તલાક પહેલાં અને તલાક પછીનાં પરિવર્તનો જોઈ શકાય છે.

અમેરિકાના લૉસ ઍન્જલસમાં એક માણસે પોતાની પ્રેમકહાણીમાં આવેલા ટ્વિસ્ટને કઈ રીતે હૅન્ડલ કર્યો એની વાત સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. માણસ પ્રેમમાં હોય અને લગ્ન કરે ત્યારે જીવનસાથી જ સબકુછ હોય. પત્ની સાથે પ્રેમમાં ગળાડૂબ આ ભાઈએ પોતાના બાવડા પર પત્નીનો ચહેરો ટૅટૂ તરીકે બનાવી લીધો. જોકે બધાં લગ્નો સફળ નથી થતાં. આ ભાઈના પણ છૂટાછેડા થઈ ગયા. હવે બાવડા પર રોજ પત્નીનો ચહેરો જોઈને દુખી થવાનું? ના, આ ભાઈએ પત્નીના ચહેરાના સ્થાને ટૅટૂ મૉડિફાય કરાવીને ગોરીલાનો ચહેરો બનાવડાવી લીધો. આ બન્ને તસવીરો ભાઈએ શૅર કરી છે જેમાં તલાક પહેલાં અને તલાક પછીનાં પરિવર્તનો જોઈ શકાય છે.

offbeat news international news world news los angeles united states of america