09 May, 2025 02:17 PM IST | Karbala | Gujarati Mid-day Correspondent
આર્ટિફેક્ટ્સનું એક્ઝિબિશન
૪૫ વર્ષથી ઇરાકના ખૂબ જાણીતા ફોટોગ્રાફર ખલિલ-અલ-તૈયર દુનિયાભરમાં ફરીને ફોટોગ્રાફી સાથે સંકળાયેલાં વિઝ્યુઅલ આર્ટિફેક્ટ્સ એકત્ર કરતા આવ્યા છે. ઇરાકના કરબલા શહેરમાં તેમના આ કલેક્શનનું તાજેતરમાં એક્ઝિબિશન યોજાયું છે. એમાં ખલિલે વિશ્વભરમાંથી ભેગાં કરેલાં ૪૦૦૦થી વધુ ઍન્ટિક ફોટોગ્રાફી માટેનાં સાધનો, કૅમેરા, લેન્સ અને વિવિધ ઑપ્ટિકલ ડિવાઇસિસ ડિસ્પ્લે કરવામાં આવ્યાં છે. એમાં સૌથી જૂનો કૅમેરા પીસ ૧૮૮૯ના વર્ષનો છે.