24 September, 2026 07:08 PM IST | Jamshedpur | Gujarati Mid-day Correspondent
આદિવાસી બહેનો
ઝારખંડના જમશેદપુરમાં આદિવાસી સંસ્કૃતિની ભુલાઈ રહેલી કલાને ફરીથી જીવંત કરવા માટે સ્થાનિક સરકારે નવું અભિયાન શરૂ કર્યું છે. અહીં સૂકા ગંગુના પાનને સળીઓથી સીવીને ખાસ ટોપી બનાવવામાં આવે છે. આદિવાસી બહેનોમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે ગંગુ નામના વૃક્ષના પાનને સૂકવીને એમાંથી કૅપ બનાવવાનો ટૂરિઝમનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.