06 August, 2026 03:15 PM IST | Jodhpur | Gujarati Mid-day Correspondent
જોધપુરવાસીઓ પાંચ કલાકમાં ૬૩,૦૦૦ મિર્ચીવડા ઝાપટી ગયા
જોધપુરમાં શ્રાવણના પહેલા સોમવારે મિર્ચીવડાનો મહોત્સવ યોજાયો હતો. છેલ્લાં ૩૦ વર્ષથી દર વર્ષે અહીં મિર્ચીવડાને સમર્પિત ઇવેન્ટ યોજાય છે. જોધપુરવાસીઓનો મિર્ચીવડા માટેનો પ્રેમ અનોખો છે. અહીં રોજ ૧ લાખ મિર્ચીવડા વેચાય છે અને નાની-મોટી થઈને ૧૦૦૦ દુકાનોમાં એ વેચાય છે. શ્રાવણિયા સોમવારે જોધપુરના અશોક ઉદ્યાનમાં યોજાયેલા મિર્ચીવડા મહોત્સવમાં ભાગ લેવા હજારો લોકો આવ્યા હતા. સાંજે પાંચ જ કલાક ચાલેલી આ ઇવેન્ટમાં ૬૩,૦૦૦ મિર્ચીવડા લોકો ઝાપટી ગયા હતા. અહીં ૩૧ કિલોનું એક મિર્ચીવડું પણ બન્યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વડું બનાવવા માટે ૩ કલાક લાગ્યા હતા.