✕

૫૦,૦૦૦૦ કિલોમીટર ચાલીને દુનિયા ફરવા નીકળેલો બ્રિટિશર ૨૮ વર્ષ પછી ઘરે પાછો ફર્યો

05 November, 2026 05:47 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

૨૮ વર્ષથી દુનિયા ફરી રહેલો કાર્લ તેના દીકરાને છોડીને ગયો ત્યારે દીકરાની ઉંમર માત્ર ૮ વર્ષ હતી. હવે જ્યારે તે પાછો આવ્યો છે ત્યારે દીકરો ૩૬ વર્ષનો છે અને પૌત્રી ૧૨ વર્ષની થઈ ગઈ છે. 

કાર્લ બુશબી

બ્રિટિશ સાહસિક કાર્લ બુશબીએ પગપાળા દુનિયાની યાત્રા આખરે પૂરી કરી લીધી છે. તે ૧૯૯૮ના નવેમ્બર મહિનામાં ચિલીથી ચાલતો નીકળ્યો હતો. તેણે દુનિયાનું એક પરિભ્રમણ પગપાળા કરવાનું નક્કી કર્યું હતું. એ માટે તેણે ૩૧,૦૦૦ માઇલ એટલે કે લગભગ ૪૯,૯૦૦ કિલોમીટર વૉકિંગ કર્યું હતું. ચાલીને તેણે ૪ મહાદ્વીપ અને ૩૦ દેશો પાર કર્યા. સફર દરમ્યાન તેણે ક્યાંય કાર, ટ્રેન, પ્લેન કે મોટર ધરાવતી કોઈ પણ ચીજનો ઉપયોગ કર્યો નહોતો. બીજી નવેમ્બરે ઇંગ્લૅન્ડના હલ શહેરમાં તે યાત્રા પૂરી કરીને તેની મમ્મીના ઘરે પાછો ફર્યો હતો. ૨૮ વર્ષથી દુનિયા ફરી રહેલો કાર્લ તેના દીકરાને છોડીને ગયો ત્યારે દીકરાની ઉંમર માત્ર ૮ વર્ષ હતી. હવે જ્યારે તે પાછો આવ્યો છે ત્યારે દીકરો ૩૬ વર્ષનો છે અને પૌત્રી ૧૨ વર્ષની થઈ ગઈ છે. 

great britain london offbeat news international news united kingdom