08 February, 2026 12:57 PM IST | karnataka | Gujarati Mid-day Correspondent
કર્ણાટકના ૬૦૦ વર્ષ જૂના હોયસલા મંદિરમાં અદ્ભુત શિલ્પકારી જોવા મળી
કર્ણાટકના ૬૦૦ વર્ષ જૂના હોયસલા મંદિરમાં અદ્ભુત શિલ્પકારી જોવા મળી છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના એક ટૂરિસ્ટે આ મંદિરમાં સ્થાપત્યમાંથી એક એવી મૂર્તિને અલગથી તારવીને લોકો સામે મૂકી છે જે ભારતની પ્રાચીન વિરાસત માટે ગૌરવદાયક છે. ઑસ્ટ્રેલિયન ટ્રાવેલ વ્લોગર લિયામ રિચર્ડ્સે આ મંદિરમાં એક મૂર્તિના હાથમાં ટેલિસ્કોપ હોવાનો દાવો કર્યો છે. એ શિલ્પ જોઈને આ વાત સાચી લાગે છે. એમાં એક વ્યક્તિ આંખોની સામે એક લાંબી નળી જેવી ચીજ લગાવીને જોવાનો પ્રયત્ન કરતી હોય એવું દૃશ્ય છે. લિયામનો દાવો છે કે આ ટેલિસ્કોપ જેવું યંત્ર લાગી રહ્યું છે. ઇતિહાસ અનુસાર ટેલિસ્કોપનો આવિષ્કાર ૧૬૦૮ની સાલમાં નેધરલૅન્ડ્સમાં થયેલો હોવાનું મનાય છે ત્યારે ૬૦૦ વર્ષ જૂના ભારતના મંદિરમાં એનું દૃશ્ય જોવા મળે છે. એવામાં બની શકે કે ઇતિહાસે ભલે ૧૬૦૮માં આ આવિષ્કાર નોંધ્યો હોય, પરંતુ હકીકતમાં એ ભારતમાં પહેલેથી જ અસ્તિત્વ ધરાવતું હોય એવું શક્ય છે.