04 November, 2025 12:57 PM IST | New York | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના કૅન્ટકી રાજ્યના હૉપકિન્સવિલે નામના ટાઉનમાં એક મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે તેને ઑનલાઇન શૉપિંગ કરતી વખતે ડરામણો અનુભવ થયો છે. તેણે ઑનલાઇન દવાઓ મગાવી હતી, પરંતુ જ્યારે પાર્સલ મળ્યું ત્યારે એ ખોલતાં જ ધ્રૂજી ઊઠી હતી. ૩૦ ઑક્ટોબરે તેને પાર્સલ મળ્યું ત્યારે એ બૉક્સમાં દવાઓને બદલે કોઈ માણસનો હાથ અને આંગળીઓ હતી. એને બરફમાં પૅક કરીને રાખવામાં આવેલી. હૅલોવીનની ઉજવણી ચાલી રહી હતી ત્યારે કોઈએ આ પ્રૅન્ક કર્યો હશે, પરંતુ એવું નહોતું. આ કોઈ ખૂનનો મામલો છે કે કેમ એની તપાસ કરતાં પોલીસને જે જાણવા મળ્યું એ એથીયે નવાઈ પમાડે એવું હતું. પોલીસને ખબર પડી કે આ હાથ કોઈકના હૅન્ડ-ટ્રાન્સપ્લાન્ટ માટેનો હતો. એ બૉક્સ નૅશવિલ મેડિકલ ટ્રેઇનિંગ હૉસ્પિટલને મોકલવાનું હતું, પરંતુ ભૂલથી આ મહિલાને મોકલાઈ ગયું હતું.