22 August, 2026 12:37 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
મસ્તીભરી ઓણમ
કેરલમમાં ૧૦ દિવસનો ઓણમ મહોત્સવ ઑલરેડી શરૂ થઈ ગયો છે. આપણે ત્યાં દિવાળીમાં જેમ ઉત્સાહભેર તહેવાર મનાવાય છે એવું જ કંઈક કેરલમમાં ઓણમ વખતે થાય છે. અહીં સ્કૂલ-કૉલેજોમાં ઓણમ નિમિત્તે ઊજવાતી જાતજાતની સ્પર્ધાઓ લોકોનું ધ્યાન ખેંચે એવી હોય છે. તિરુવનંતપુરમાં આવી જ એક સ્પર્ધામાં દોરડા પર લટકાવેલી મીઠાઈ હાથ લગાવ્યા વિના કૂદકો ભરીને મોંમાં પકડી લેવાની સ્પર્ધા થઈ હતી.