03 August, 2026 05:43 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent
૧૫૦ વર્ષ પછી લાઇબ્રેરીમાં પુસ્તક પાછું આપ્યું તો ૧૯ લાખ રૂપિયાનો દંડ થયો
ઑસ્ટ્રેલિયામાં એક લાઇબ્રેરીમાં એક પુસ્તક છેક ૧૫૦ વર્ષ પછી રિટર્ન કરવામાં આવ્યું. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આ ઘટનાને નોંધવા માટે અરજી કરવામાં આવી છે, કેમ કે અત્યાર સુધીમાં કોઈએ આટલાં લાંબાં વર્ષો પછી લાઇબ્રેરીમાં બુક જમા કરાવી હોય એવું નોંધાયું નથી. આ પુસ્તક ૧૯૮૦માં ઑસ્ટ્રેલિયાની એક લાઇબ્રેરીમાંથી વાંચવા માટે લેવામાં આવ્યું હતું. આ પુસ્તક ઘરમાં ચીમનીની અંદર એક લાકડાના બૉક્સમાં રાખેલું મળ્યું હતું. એ ક્યાંથી લેવામાં આવેલું એ લાઇબ્રેરીનું કાર્ડ પણ એમાં હતું. ૧૯૫૮માં પ્રકાશિત થયેલી એ બુક હતી એટલે એ ખાસ્સી દુર્લભ મનાતી હતી. સોશ્યલ મીડિયા પર આ પુસ્તકની તસવીરો વાઇરલ થઈ છે, પરંતુ એ કયા વિષય પર હતી એ જાણી શકાયું નથી. પરિવારની ત્રીજી પેઢીને આ બુક મળી હતી અને જ્યારે પરિવારજનો લાઇબ્રેરીમાં પાછી આપવા ગયા ત્યારે ત્યાંના મૅનેજરે કહ્યું કે જો એ સમયના નિયમો લાગુ કરવામાં આવે તો આટલા લાંબા સમય સુધી બુક પાછી ન આપવા બદલ ૧૯ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જોકે લાઇબ્રેરીએ દંડ માફ કરી દીધો હતો અને હવે આ પુસ્તક કોઈનેય ઇશ્યુ નહીં કરવામાં આવે એવું જાહેર કર્યું હતું.