૧૪,૦૨૪ કલાકારોએ ભેગા મળીને બનાવ્યું એક પેઇન્ટિંગ

16 June, 2026 11:06 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં લંડનની ધ ઝૂઓલૉજિકલ સોસાયટીએ કેટલાક ચિત્રકારોની મદદથી એક અનોખો વાઇલ્ડ અને કલરફુલ રેકૉર્ડ બનાવ્યો હતો

તાજેતરમાં લંડનની ધ ઝૂઓલૉજિકલ સોસાયટીએ કેટલાક ચિત્રકારોની મદદથી એક અનોખો વાઇલ્ડ અને કલરફુલ રેકૉર્ડ બનાવ્યો હતો

તાજેતરમાં લંડનની ધ ઝૂઓલૉજિકલ સોસાયટીએ કેટલાક ચિત્રકારોની મદદથી એક અનોખો વાઇલ્ડ અને કલરફુલ રેકૉર્ડ બનાવ્યો હતો. ઝૂમાં ફેલાયેલાં જંગલી પ્રાણીઓની થીમ પર હજારો કલાકારોએ મળીને એક ચિત્ર ભાસે એવી રીતે અલગ-અલગ પેઇન્ટિંગ કરવાનું કામ શરૂ કર્યું હતું. એમાં ૨૦૦ જંગલી પ્રાણીઓની પ્રજાતિનું નિરૂપણ થયું છે. આ વર્ષે ઝૂની ૨૦૦મી ઍનિવર્સરી છે એટલે ઝૂએ કંઈક અનોખું કામ કરવાનું ઠાન્યું હતું. આ માટે પહેલાં એક આખા ચિત્રનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને પછી હજારો ચિત્રકારોએ એને આકાર આપ્યો હતો. આ તમામ કૅન્વસને એકસાથે ગોઠવતાં એક આખું ચિત્ર નિર્માણ થાય છે. આ કામમાં ૧૪,૦૨૪ કલાકારોએ યોગદાન આપ્યું હતું. એને કારણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એ સૌથી વધુ કલાકારો દ્વારા દોરાયેલું એક પેઇન્ટિંગ બન્યું હતું.

offbeat news international news london world news