20 August, 2025 08:42 AM IST | London | Gujarati Mid-day Correspondent
લંડનના સૌથી મોટા ૧૪ હેક્ટરમાં ફેલાયેલા ઝૂમાં આજકાલ એક ઉત્સવ ચાલી રહ્યો છે.
લંડનના સૌથી મોટા ૧૪ હેક્ટરમાં ફેલાયેલા ઝૂમાં આજકાલ એક ઉત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવમાં અહીંના રહેવાસીઓનું વજન માપવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. વિવિધ તાલીમકારો પ્રાણીઓને રમાડતાં-રમાડતાં એમનું વજન થઈ શકે એવા ચોક્કસ વજનકાંટા સુધી એમને દોરી જાય છે. એમનું વજન સ્થિર થાય ત્યાં સુધી શાંતિથી તેઓ વજનકાંટા પર ટકે એ માટે એમને કંઈક મનગમતું ખાવાનું આપવામાં આવે છે અને એટલી વારમાં ટ્રેઇનરો એમનું વેઇટ ઍનૅલિસિસનું કામ પૂરું કરી લે છે. પેન્ગ્વિનથી લઈને જાયન્ટ ગૅલાપૅગોસ કાચબા અને અલગ-અલગ પ્રજાતિના વાંદરાઓથી માંડીને પંખીઓનું વજન પણ કરવામાં આવે છે. તમામ ઝૂવાસી પ્રાણીઓનું વજન કરતાં ઝૂના ટ્રેઇનરોને લગભગ દસેક દિવસ લાગશે.