Look Between Alphabets Trend: કીબોર્ડના બે આલ્ફાબેટ વચ્ચે જવાબને સંતાડવાનો ટ્રેન્ડ શું છે? કે જેના સૌ થયા ફેન

24 April, 2024 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Look Between Alphabets Trend: વાસ્તવમાં કોઈપણ યુઝર ફોટો અથવા મેસેજ પોસ્ટ કરે છે અને તેનો જવાબ સીધેસીધો લખી આપવાને બદલે તે કીબોર્ડ પર દેખાતા બે મૂળાક્ષરો વચ્ચે જોવાનું કહે છે.

વિવિધ વાયરલ પોસ્ટમાંથી સ્ક્રીન શૉટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નવો જ ટ્રેન્ડ (Look Between Alphabets Trend) જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડમાં એવું કહેવાયું છે કે ‘લુક બિટવીન આલ્ફાબેટ ઓન યોર કીબોર્ડ’ જોકે, આ ટ્રેન્ડ શું છે? કે તેના પર સૌ કોઈ જુદા જુદા મીમ્સ બનાવી રહ્યા છે. 

કોણ કોણ આ ટ્રેન્ડમાં સામેલ થઈ ગયું છે?

આ ટ્રેન્ડ (Look Between Alphabets Trend)માં સૌ કોઈ ભાગ લઈ રહ્યું છે. જેમાં સ્વિગી, સોની, બ્લિંકિટ, યુટ્યુબ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, નેટફ્લિક્સ હોય કે પછી દિલ્હી પોલીસ હોય. રાજકીય નેતાઓથી લઈને સેલિબ્રિટીઓ પોતે આ `આલ્ફાબેટ ટ્રેન્ડ` સંબંધિત પોસ્ટ મૂકી રહ્યા છે.

શું છે આનો અર્થ? આખરે શું કરવાનું કહેવામાં આવે છે આ ટ્રેન્ડમાં?

વાસ્તવમાં કોઈપણ યુઝર ફોટો અથવા મેસેજ પોસ્ટ કરે છે અને તેનો જવાબ સીધેસીધો લખી આપવાને બદલે તે કીબોર્ડ પર દેખાતા બે મૂળાક્ષરો વચ્ચે જોવાનું કહે છે. જ્યારે તમે તે બે મૂળાક્ષરો વચ્ચે જુઓ છો ત્યારે તમને તેના સવાલનો જવાબ મળી જાય છે. આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ એટલો ઝડપથી ફેલાઈ ગયો કે દરેકે આવી પોસ્ટ પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું.

માહિતી અનુસાર આ ટ્રેન્ડ મે 2021માં 4Chanથી શરૂ થયો હતો. વાસ્તવમાં 4Chan એ એક સિમ્પલ ફોટો આધારિત બુલેટિન છે જ્યાં ચિત્રો અને કમેન્ટ્સ આ રીતે શેર કરવામાં આવે છે. 

આવો જાણીએ કે કોણે કોણે શું પોસ્ટ કર્યું?

દિલ્હી પોલીસ પણ આમાં પાછળ નથી રહ્યું. તેણે પૂછ્યું હતું કે `ડ્રાઇવિંગ કરતી વખતે તમે તમારા કીબોર્ડ પર Q અને R વચ્ચે જોશો તો તે તમને ચલણ સાથે મળશે’ હવે આ વસ્તુ કઈ તો કીબોર્ડ પર Q અને R વચ્ચે `WE` આવે છે. એટલે કે પોલીસ કહેવા માંગે છે કે અમે (પોલીસ) તમને ચલણ સાથે મળીશું.

ભાજપાએ પણ બનાવી પોસ્ટ, કહ્યું.. 

ભારતીય જનતા પાર્ટીએ પણ આ ટ્રેન્ડ (Look Between Alphabets Trend)માં ભાગ લઈને લખ્યું હતું કે, `ભારતને વૈશ્વિક મહાસત્તા બનાવવા માટે કોણ વોટ કરશે?` આનો જવાબ Q અને R વચ્ચે જોવામાં આવેલ આલ્ફાબેટ છે.

તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું, `ભારતના બંધારણને સરમુખત્યાર નરેન્દ્ર મોદીથી કોણ બચાવશે? તેના જવાબ માટે તમારે તમારા કીબોર્ડ પર Q અને R વચ્ચેના આલ્ફાબેટ જોવાના છે’

BlinkIt દ્વારા પણ આ ટ્રેન્ડમાં લેવાયો ભાગ

આ ટ્રેન્ડ (Look Between Alphabets Trend)ને અનુસરતા BlinkItએ લખ્યું હતું કે ખબર છે કોને કેરી ભાવે છે? તેની માટે તમે તમારા કીબોર્ડ પર Y અને O વચ્ચેનો આલ્ફાબેટ જુઓ

ગિનિસ વર્લ્ડ રેકોર્ડે પણ કરી આ પોસ્ટ 

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ એક પોસ્ટ મૂકી હતી તેમાં જણાવાયું હતું કે, `જ્યારે અરજદાર અમને કહે છે કે હું સૌથી વધુ સમય સુધી ઊંઘ્યા વિના રહી શકવાનો રેકોર્ડ તોડવા માંગુ છું, તો અમે કહીએ છીએ કે... આ માટે તમારે તમારા કીબોર્ડ પર T અને U વચ્ચે જોવાનું છે.

offbeat news social media social networking site bharatiya janata party aam aadmi party guinness book of world records delhi police