કુકિંગ સ્પ્રેને કારણે બીમાર થયેલી વ્યક્તિને મળ્યું ૨૨૬ કરોડ રૂપિયાનું વળતર

16 February, 2026 02:25 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

અમેરિકાના લૉસ ઍન્જલસમાં ચોથી ફેબ્રુઆરીએ એક કોર્ટે કુકિંગ સ્પ્રેના કારણે બીમાર પડેલા રોલૅન્ડ એસ્પાર્ઝા નામના માણસને ૨૨૬ કરોડ રૂપિયાનું વળતર આપ્યું હતું. રોલૅન્ડ એસ્પાર્ઝાએ ૨૦૨૦માં પામ કુકિંગ સ્પ્રે બનાવનારી કંપની કૉનગ્રા બ્રૅન્ડ સામે કેસ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના લૉસ ઍન્જલસમાં ચોથી ફેબ્રુઆરીએ એક કોર્ટે કુકિંગ સ્પ્રેના કારણે બીમાર પડેલા રોલૅન્ડ એસ્પાર્ઝા નામના માણસને ૨૨૬ કરોડ રૂપિયાનું વળતર આપ્યું હતું. રોલૅન્ડ એસ્પાર્ઝાએ ૨૦૨૦માં પામ કુકિંગ સ્પ્રે બનાવનારી કંપની કૉનગ્રા બ્રૅન્ડ સામે કેસ કર્યો હતો. તે એક રેસ્ટોરાંમાં કામ કરે છે અને ૧૯૯૦થી લગાતાર એક જ કંપનીનું કુકિંગ સ્પ્રે યુઝ કરતો હતો. રોલૅન્ડે આરોપ મૂક્યો હતો કે આ કંપની કુકિંગ સ્પ્રે બનાવવામાં ખતરનાક કેમિકલ યુઝ કરતી હતી, કેમ કે એ સ્પ્રેના કારણે તેનાં ફેફસાંમાં પૉપકૉર્ન લંગ નામની બીમારી થઈ હતી. આ સ્પ્રે ગરમ થવાથી એના કણો સતત ફેફસાંમાં જવાથી આ સમસ્યા થઈ હતી. પૉપકૉર્ન લંગ નામની બીમારીમાં શ્વાસનળીમાં નુકસાન થાય છે જેને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. કુકિંગ સ્પ્રેમાં ડાયસેટિલ નામનું કેમિકલ હતું જેનો ઉપયોગ પૉપકૉર્ન, બેકરી પ્રોડક્ટ્સ, કૅન્ડી અને કેટલીક ઈ-સિગારેટમાં ફ્લેવર વધારવા માટે કરવામાં આવે છે. રોલૅન્ડ પાંચ વર્ષથી કંપની વિરુદ્ધ કેસ લડી રહ્યો હતો. આખરે ગયા અઠવાડિયે તેની ફેવરમાં ચુકાદો આવ્યો અને તેલ-કંપનીને ૨૨૬ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ થયો હતો. 

offbeat news los angeles international news united states of america world news