10 September, 2026 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ પિતા અને બાળક
પોતાના દીકરાને અને પોતાને વરસાદનો એક છાંટોય ન અડે એ માટે એક પિતાએ કરેલો જુગાડ સોશ્યલ મીડિયા પર હિટ થઈ ગયો છે. પિતાએ છત્રી તો વાપરી જ છે અને એ ઉપરાંત છત્રી પર ચોતરફથી પ્લાસ્ટિક વીંટાળીને એમાંથી એને જેમ્સ બૉન્ડનો રેઇનકોટ બનાવી દીધી છે. વરસતા વરસાદ વચ્ચે ગ્રામીણ સડક પર એક પિતા પોતાના માસૂમ બાળકને હેતપૂર્વક તેડીને બિન્દાસ જઈ રહ્યો છે. બન્નેને નથી સ્પર્શી શકતી વરસાદની વાછટ કે નથી સ્પર્શી શકતા ભેજવાળા પવનો. પિતાએ છત્રીના ઉપરના ભાગથી શરૂ કરીને પોતાના પગ સુધી ચારેકોર પારદર્શક પૉલિથિન વીંટાળીને આ આઇડિયા કર્યો છે અને છત્રીને જાણે એક પારદર્શક કૅબિનમાં ફેરવી દીધી છે.