૧.૬ એકરમાં ફેલાયેલો બંગલો એમાં મૂકેલી ૪૧ ક્લાસિક કારો સાથે વેચાવા નીકળ્યો છે

28 May, 2026 02:17 PM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

આમ છતાં આ પ્રૉપર્ટીની કિંમત માત્ર ૩૪ કરોડ રૂપિયા જ હોવાથી અનેક લોકો એમાં રસ દાખવી રહ્યા છે.

બંગલો

અમેરિકાના લૉન્ગ આઇલૅન્ડ પર એક બંગલો વેચાવા નીકળ્યો છે. એની કિંમત અંદાજે ૩.૫ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૩૪ કરોડ રૂપિયા છે. આ બંગલો અને એની આસપાસનું કમ્પાઉન્ડ કુલ ૧.૬ એકરમાં ફેલાયેલું છે. બંગલો બહુ વિશાળ નથી. એમાં ત્રણ બેડરૂમ, કિચન અને બેઠકરૂમ જ છે. જોકે એની અંદર આંખો ચોંકાવી દે એવું જો કંઈ હોય તો એનું ગૅરેજ છે. આ ગૅરેજમાં ૪૧ ક્લાસિક કૅટેગરીમાં ગણાય એવી કારોનો ખજાનો છે. આ ખજાનામાં લક્ઝરી ક્લાસિક કારો છે અને એ તમામ સાથે ઘર વેચવાનું છે. આમ છતાં આ પ્રૉપર્ટીની કિંમત માત્ર ૩૪ કરોડ રૂપિયા જ હોવાથી અનેક લોકો એમાં રસ દાખવી રહ્યા છે.

offbeat news united states of america lifestyle news international news world news