સુસાઇડ-કેસમાં નવો ઍન્ગલ બે દીકરીઓ કરી રહી હતી પિતાની પિટાઈ, પત્નીએ પકડી રાખ્યા હતા પગ

12 March, 2025 03:10 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના મોરેનામાં ઇલેક્ટ્રિશિયન હરેન્દ્ર મૌર્યના સુસાઇડ-કેસમાં નવો ઍન્ગલ મળી આવ્યો છે. હરેન્દ્રનો મૃતદેહ તેના ઘરમાંથી મળ્યા બાદ પોલીસ સુસાઇડનો કેસ માનતી હતી, પણ હવે સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો જેમાં બે દીકરીઓ પિતાની પિટાઈ કરી રહી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિડિયોનો સ્ક્રીન ગ્રેબ

મધ્ય પ્રદેશના મોરેનામાં ઇલેક્ટ્રિશિયન હરેન્દ્ર મૌર્યના સુસાઇડ-કેસમાં નવો ઍન્ગલ મળી આવ્યો છે. હરેન્દ્રનો મૃતદેહ તેના ઘરમાંથી મળ્યા બાદ પોલીસ સુસાઇડનો કેસ માનતી હતી, પણ હવે સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં હરેન્દ્રની બે દીકરીઓ તેને લાકડીથી ફટકારી રહી છે અને પત્ની રચના મૌર્યએ તેના પગ પકડી રાખ્યા છે.

હરેન્દ્રએ શનિવારે તેના ઘરમાં ગળાફાંસો ખાધો હતો અને રવિવારે તેની ડેડ-બૉડી તેના ઘરમાંથી મળી આવી હોવાનો તેના પરિવારે દાવો કર્યો હતો. તેની ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. જોકે નવો વિડિયો વાઇરલ થયા બાદ આ કેસને નવો વળાંક મળ્યો છે. વિડિયોમાં દેખાય છે કે પત્ની અને બે દીકરીઓ હરેન્દ્રને બેરહેમીથી લાકડીથી ફટકારી રહી છે. તેનો નાનો છોકરો પિતાને બચાવવાની કોશિશ કરે છે તો તેને પણ ચૂપ કરી દેવામાં આવે છે.

આ કેસમાં પોલીસ-અધિકારી દીપાલી ચંદોલિયાએ કહ્યું હતું કે ગ્વાલિયરમાં મેડિકલ બોર્ડ દ્વારા હરેન્દ્રની ડેડ-બૉડીનું પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવશે અને એના આધારે નક્કી કરવામાં આવશે કે આ સુસાઇડ છે કે 
મર્ડરકેસ છે.

madhya pradesh suicide murder case offbeat videos offbeat news social media