06 February, 2026 01:27 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
આરોપી
મધ્ય પ્રદેશના અશોકનગરમાં તંત્રમંત્રના માધ્યમથી સ્કૂલમાં ભણતી છોકરીઓને વશમાં કરવાની કોશિશ કરનારા યુવકને પોલીસે તાજેતરમાં પકડ્યો હતો. આરોપી અત્તર વાપરતો હતો. તે અત્તર છાંટીને મંત્રો બોલીને છોકરીઓને પોતાના તરફ આકર્ષિત કરતો હોવાનો દાવો છે. તેની પાસે તંત્રમંત્રનું એક પુસ્તક પણ હતું. તે કોઈ છોકરીને ટાર્ગેટ કરતો અને તેની પાછળ જતો. જ્યારે તે એકલી હોય ત્યારે તેના પર અત્તર છાંટતો જેને કારણે પેલી છોકરી તેના તરફ આકર્ષાતી હતી. સ્કૂલમાં ભણતી છોકરીઓના પેરન્ટ્સે આ વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદને પગલે પોલીસે તેને છોકરીઓનો પીછો કરતાં રંગેહાથ પકડ્યો હતો.