પતિની સ્માર્ટ વૉચે તેના અફેરનો ભાંડો ફોડી નાખ્યો

05 March, 2026 04:23 PM IST  |  Malaysia | Gujarati Mid-day Correspondent

નૂરિન લોફા નામની યુવતીને લાગતું હતું કે તેનો પતિ તો તેના ગળાડૂબ પ્રેમમાં છે અને તે કદી બેવફાઈ કરી જ ન શકે. જોકે નૂરિનની આ ભ્રમણા તેના પતિની સ્માર્ટ વૉચે તોડી નાખી હતી.

પતિની સ્માર્ટ વૉચે તેના અફેરનો ભાંડો ફોડી નાખ્યો

મલેશિયામાં ૨૧ વર્ષની એક યુવતીને સ્માર્ટ વૉચની મદદથી પોતાના પતિના અફેર વિશે ખબર પડી હતી. નૂરિન લોફા નામની યુવતીને લાગતું હતું કે તેનો પતિ તો તેના ગળાડૂબ પ્રેમમાં છે અને તે કદી બેવફાઈ કરી જ ન શકે. જોકે નૂરિનની આ ભ્રમણા તેના પતિની સ્માર્ટ વૉચે તોડી નાખી હતી. એક દિવસ તેના પતિની સ્માર્ટ વૉચ એમ જ પડી હતી. પતિ બીજા રૂમમાં હતો અને એના પર નોટિફિકેશનનો બીપ-બીપ અવાજ આવ્યો. પતિ નહોતો એટલે તેણે જસ્ટ કુતૂહલથી વૉચ લઈને જોયું કે કંઈક ઇમ્પોર્ટન્ટ તો નથીને? જોકે એમાં તેને જે જાણવા મળ્યું એનાથી નૂરિનના પગ તળેથી ધરતી સરકી ગઈ. આ નોટિફિકેશન ચૅટિંગનાં હતાં જેમાં તેનો પતિ બીજેથી તેની એક સ્ટુડન્ટ સાથે ચૅટિંગ કરી રહ્યો હતો. બન્ને સ્માર્ટફોન પર વાત કરી રહ્યાં હતાં, પરંતુ એનું નોટિફિકેશન વૉચ પર પણ ઑન રહી ગયું હતું. ચૅટમાં પતિ અને તેની સ્ટુડન્ટે લાડથી પાડેલા એકમેકના હુલામણા નામથી વાત થઈ રહી હતી. વાતચીત પરથી અફેર સ્પષ્ટ થઈ ગયું અને કોઈ પુરાવાની પણ જરૂર ન રહી. બસ, પછી તો યુવતીએ પતિથી છૂટાછેડા લેવા માટેની અરજી કરી નાખી અને એ જ સ્માર્ટ વૉચની ચૅટને એક્સ્ટ્રા-મૅરિટલ અફેરના પુરાવા તરીકે રજૂ કરી છે. નૂરિન એટલી હર્ટ થઈ ગઈ કે તેણે સોશ્યલ મીડિયામાં પોતાના દીકરાની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘સૉરી બેટા, મેં તારા માટે ખોટો પિતા પસંદ કરી લીધો.’

offbeat news viral videos social media international news technology news tech news