✕

નદીકિનારે મગરની પીઠ પર પુશ-અપ્સ

14 November, 2026 01:00 PM IST  |  Portugal | Gujarati Mid-day Correspondent

પુશ-અપ્સ લગાવવાની સૌથી સારી જગ્યા છે મગરમચ્છની પીઠ.’ પુશ-અપ્સ કર્યા પછી જોઆઓ મગરના માથે પણ હાથ ફેરવે છે. જોકે નવાઈની વાત એ છે કે આ માણસ પુશ-અપ્સ કરતો હોય છે ત્યારે મગર હલ્યા વિના એકદમ શાંત રહે છે.

મગરની પીઠે પુશઅપ્સ

પોર્ટુગલમાં જોઆઓ પિન્ટો નામના ભાઈએ નદીના કિનારે કીચડમાં આરામ ફરમાવી રહેલા મગરની પીઠ પર બે હાથ રાખીને પુશ-અપ્સ કરતો વિડિયો શૅર કર્યો છે. સાથે લખ્યું છે, ‘પુશ-અપ્સ લગાવવાની સૌથી સારી જગ્યા છે મગરમચ્છની પીઠ.’ પુશ-અપ્સ કર્યા પછી જોઆઓ મગરના માથે પણ હાથ ફેરવે છે. જોકે નવાઈની વાત એ છે કે આ માણસ પુશ-અપ્સ કરતો હોય છે ત્યારે મગર હલ્યા વિના એકદમ શાંત રહે છે અને છેક છેલ્લે થોડુંક માથું હલાવે છે. આ વિડિયો જોઈને પ્રાણીપ્રેમીઓ અને નિષ્ણાતો ઊકળી ઊઠ્યા છે અને આવું કરવું પ્રાણી માટે જ નહીં, માણસ માટે પણ જોખમી હોવાની ચેતવણી આપી રહ્યા છે. જોકે મગર જે નિરાંત ફરમાવી રહ્યો છે એ જોતાં આ વિડિયો અસલી હોવાની શક્યતા ઓછી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવેલો હોવાની સંભાવના વધુ લાગે છે.

animal ai artificial intelligence international news world news offbeat news social media viral videos wildlife