07 April, 2025 01:19 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ટિકટૉકર ટિમ્બો એચ
કોઈ શહેરના જાહેર રસ્તા પર માત્ર સફેદ રંગનાં મોજાં પહેરીને નીકળો તો મોજાંની શું હાલત થાય? ભારતમાં તો આવા પ્રયોગનો વિચાર પણ ન કરાય, પરંતુ સ્વચ્છતા માટે બહુ પંકાયેલા દુબઈમાં જો કોઈ આવું કરે તો શું થાય? શું ખરેખર દુબઈના રસ્તા, મૉલ, સ્ટ્રીટ્સ એટલાં ચોખ્ખાં છે કે માત્ર સફેદ મોજાં પહેરીને ફરવા નીકળી શકાય? ટિમ્બો એચ નામના ટિકટૉકરે આવો પ્રયોગ કરીને શૅર કર્યો છે. ટિમ્બોભાઈ બુર્જ ખલીફા પાસેથી વાઇટ સૉક્સ પહેરીને નીકળે છે. ગલીઓ, મૉલ્સ અને ટૂરિસ્ટ સ્પૉટ્સ પર પહોંચીને દરેક વખતે તે ચેક કરે છે કે દુબઈ કેટલું ક્લીન છે. ખાસ્સુંએવું ફર્યા પછી પણ મોજાં જાણે નવાંનક્કોર અને સફેદ જ રહ્યાં છે.