દોસ્તના અંતિમ સંસ્કારમાં છોકરીઓનાં કપડાં પહેરીને પહોંચ્યો

24 August, 2026 04:42 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં એક યુવકે બાળપણના દોસ્તને આપેલું વચન નિભાવતાં તેની અંતિમયાત્રામાં નિયૉન રંગનો વનપીસ ડ્રેસ પહેર્યો હતો. દુઃખની ઘડીમાં પણ મિત્રને અનોખી રીતે વિદાય આપવાની તેમની વર્ષો જૂની શરત હતી.

દોસ્તના અંતિમ સંસ્કારમાં છોકરીઓનાં કપડાં પહેરીને પહોંચ્યો

બ્રિટનમાં સેનામાં કામ કરતો કેવિન ઇલિયન નામનો યુવાન મૃત્યુ પામ્યો ત્યારે તેની અંતિમયાત્રામાં અનેક લોકો ભેગા જોડાયા હતા. જોકે એમાં કેવિનનો બાળપણનો દોસ્ત આવ્યો ત્યારે તેના લુકને જોઈને ભલભલાને નવાઈ લાગી. બેરી ડૅલાની નામનો ભાઈબંધ આવ્યો ત્યારે નિયૉન લેમન રંગનો છોકરીઓ પહેરે એવો વનપીસ ડ્રેસ પહેરીને આવ્યો હતો. એવું નહોતું કે તે કોઈ ખુશી મનાવવા માટે આવું કરીને આવ્યો હોય, પણ દોસ્તને આપેલા વચનને પૂરું કરવા માટે તેણે છોકરી જેવાં કપડાં પહેર્યાં હતાં. બાળપણથી જ હંમેશાં સાથે રહેલા આ દોસ્તોએ એકબીજાને વચન આપ્યું હતું કે બેમાંથી કોઈનું પણ મૃત્યુ પહેલાં થાય એ વખતે બીજાએ અંતિમયાત્રામાં સૌથી અજીબ અને ચમકીલો ડ્રેસ પહેરીને આવવાનું. તેમણે નક્કી કરેલું કે છેલ્લી વિદાય વખતે પણ તેઓ એકબીજાને આંસુથી નહીં, તેમના વિઅર્ડ લુકથી અચંબિત કરીને વિદાય આપશે. કેવિન સૈન્યની ડ્યુટી દરમ્યાન ખૂબ જ યંગ વયે મૃત્યુ પામ્યો ત્યારે બૅરીના માથે તો આભ તૂટી પડ્યું હતું. એમ છતાં તેણે દોસ્તને આપેલું વચન પૂરું કર્યું. વનપીસ ડ્રેસ પહેરીને તે અંતિમયાત્રામાં આવ્યો અને દફનવિધિ પૂરી થયા પછી ક્યાંય સુધી કબર પાસે બેસી રહ્યો. તેણે કહ્યું પણ ખરું કે ‘મેં મારું વચન પૂરું કર્યું. આશા રાખું છું તને મારો આ ચમકીલો ડ્રેસ પસંદ આવ્યો છે.’

england london world news international news offbeat news hatke news