ન્યુ યૉર્કના સબવેમાં જીવતા વાંદાવાળું જૅકેટ પહેરીને ઘૂમતો દેખાયો માણસ

14 April, 2026 08:29 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ન્યુ યૉર્ક સિટીના સબવે સ્ટેશન પર એક માણસ જીવતા વાંદાઓ કપડાં પર સળવળતા હોય એવું જૅકેટ પહેરીને બિન્દાસ ફરતો જોવા મળ્યો હતો. આ ભાઈ ખાસ લોકોમાં ચર્ચા જગાવવા માટે જ આ કરી રહ્યા હતા.

ન્યુ યૉર્કના સબવેમાં જીવતા વાંદાવાળું જૅકેટ પહેરીને ઘૂમતો દેખાયો માણસ

અમેરિકાના ન્યુ યૉર્ક સિટીના સબવે સ્ટેશન પર એક માણસ જીવતા વાંદાઓ કપડાં પર સળવળતા હોય એવું જૅકેટ પહેરીને બિન્દાસ ફરતો જોવા મળ્યો હતો. આ ભાઈ ખાસ લોકોમાં ચર્ચા જગાવવા માટે જ આ કરી રહ્યા હતા. જૅકેટ ડબલ લેયરવાળું હતું અને વચ્ચે જીવતા વાંદા ફરતા હતા. ફૅશન, પર્ફોર્મન્સ આર્ટ અને વાઇરલ માર્કેટિંગનું આ મિશ્રણ હતું. આ ભાઈ લોકોનું ધ્યાન ખેંચવા માટે જ આવી ફૅશન પહેરીને આવ્યા હતા. લોકોએ તેનાં કપડાં જોઈને જાતજાતનાં રીઍક્શન આપ્યાં હતાં. જોકે પાછળથી ખબર પડી હતી કે આ ભાઈ અનકૉમન ન્યુ યૉર્ક નામની એક સ્ટ્રીટવેઅર ફૅશન કંપની માટે સમજી-વિચારીને માર્કેટિંગ સ્ટન્ટ કરી રહ્યા હતા. 
આ જૅકેટને રોચકોટ કહેવાય છે. અનકૉમન ન્યુ યૉર્ક કંપનીએ ક્રીએટિવ અને એક્સપરિમેન્ટલ ફૅશન અને ગોરિયાલ માર્કેટિંગ કૅમ્પેન માટે આવું ગતકડું કર્યું હતું.

offbeat news new york new york city international news world news united states of america social media