હૉસ્પિટલમાંથી ૪ લાખ રૂપિયાનાં ઘરેણાંની થેલી ચોરી ગયો કૂતરો

26 August, 2026 05:20 PM IST  |  Mandsaur | Gujarati Mid-day Correspondent

મંદસૌરની જિલ્લા-હૉસ્પિટલમાંથી ચાર લાખ રૂપિયાનાં ઘરેણાં અને રોકડ ભરેલી થેલી ગાયબ થતાં પોલીસ તપાસમાં લાગી હતી. CCTV તપાસતાં ચોરી કોઈ માણસે નહીં, પરંતુ કૂતરાએ કરી હોવાનું સામે આવ્યું. પોલીસે ડૉગની મૂવમેન્ટ ટ્રૅક કરીને થેલી અને ઘરેણાં રિકવર કરી લીધાં.

હૉસ્પિટલમાંથી ૪ લાખ રૂપિયાનાં ઘરેણાંની થેલી ચોરી ગયો કૂતરો

મધ્ય પ્રદેશના મંદસૌરની જિલ્લા-હૉસ્પિટલમાં એક ચોરી થઈ એની તપાસમાં પોલીસ પણ ગોથે ચડી ગઈ હતી. હૉસ્પિટલમાંથી ૪ લાખ રૂપિયાનાં ઘરેણાંથી ભરેલો થેલો ગાયબ થઈ જતાં પોલીસને બોલાવવામાં આવી હતી. લતાબાઈ વાલ્મીકિ નામનાં બહેન પોતાના દીકરાની સારવાર માટે આવ્યાં હતાં. તેની સારવાર માટેના પૈસા હૉસ્પિટલમાં જમા કરવા માટે રોકડ અને ચાંદીનાં ઘરેણાં લઈને આવ્યાં હતાં. જોકે રવિવારની રાતે એક અને સોમવારે સવારે ૬ વાગ્યા સુધીમાં તેમની થેલી ગાયબ થઈ ગઈ હતી. પોલીસની ટીમે હૉસ્પિટલમાં આવીને ત્યાં લાગેલા CCTV કૅમેરાની તપાસ કરવાનું શરૂ કર્યું તો ખબર પડી કે તેમની થેલી કોઈ માણસ નહોતો ચોરી ગયો, પરંતુ એક કૂતરો બૅગ મોંમાં ઉઠાવીને નીકળી ગયો હતો. પોલીસે એ પછી હૉસ્પિટલની બહારના વિસ્તારોના CCTV કૅમેરા તપાસીને ડૉગની મૂવમેન્ટ ટ્રૅક કરી હતી અને ડૉગની સાથે થેલી અને ઘરેણાં બધું જ રિકવર કરી લીધું હતું. 

madhya pradesh viral post viral videos offbeat news hatke news