02 December, 2025 11:10 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
શિલ્પો
રશિયાના મૉસ્કો શહેરમાં જન્મેલાં મારિયા જૅરદેવા નામનાં એક શિલ્પકાર કચરામાં નાખી દેવામાં આવેલા ટિશ્યુપેપર્સ કે કાગળને પલાળીને એનો લોચો બનાવીને એમાંથી અદ્ભુત શિલ્પો બનાવે છે. આ શિલ્પો દેખાવમાં ક્યારેક ખૂબ જ નયનરમ્ય હોય છે તો ક્યારેક ભયાનક ડરામણાં. તેનાં શિલ્પોમાં ૮૦ ટકા કાગળનો માવો હોય છે અને બાઇન્ડિંગ માટે થોડીક ચીકણી માટી. બસ, એ પછી એને આકાર આપીને તે એના પર પેઇન્ટિંગ કરી લે છે. મારિયાની આ કળાને ફિગરેટિવ આર્ટવર્કની દુનિયામાં ખૂબ જ પ્રશંસા મળી રહી છે. તેનાં શિલ્પો હવે બ્રિટન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, આયરલૅન્ડ, નેધરલૅન્ડ્સ, તાઇવાન અને હૉન્ગકૉન્ગની પ્રાઇવેટ આર્ટ ગૅલેરીઓમાં સ્થાન પામી ચૂક્યાં છે. ભલે દેખાવમાં બહુ સામાન્ય લાગતી હોય, પરંતુ કાગળના માવામાંથી બનાવવામાં આવેલી આ કૃતિઓ એક લાખથી બાવીસ લાખ રૂપિયા સુધીમાં વેચાઈ રહી છે.