શાર્ક માટે એટલો પ્રેમ કે શરીર પર ૧૦૬ શાર્કનાં ટૅટૂ બનાવી દીધાં

27 July, 2026 08:03 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હવે ૧૦૬ શાર્ક-ટૅટૂ થઈ ગયાં છે ત્યારે તે સૌથી વધુ શાર્કનાં ટૅટૂ ધરાવતી મહિલાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.

એમિલી મૉરિસન

અમેરિકામાં રહેતી એમિલી મૉરિસન નામની એક મહિલાએ પોતાના શરીર પર સૌથી વધુ શાર્કનાં ટૅટૂ બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‌સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. એમિલી બાયોલૉજિસ્ટ છે અને શાર્ક પર સ્ટડી કરવી એનો ફેવરિટ વિષય છે. શાર્ક પર તે રિસર્ચ કરે છે અને શાર્કના ફૉસિલને શોધીને એની આસપાસ કરવામાં આવતી ફૉસિલ ડાઇવિંગ પણ કરે છે. એમિલી જ્યારે ૮ વર્ષની હતી ત્યારથી તેને શાર્ક માટે અનોખો પ્રેમ હતો. તેણે ‘જૉઝ’ નામની ફિલ્મ જોઈ હતી એમાં એક આદમખોર ગ્રેટ વાઇટ શાર્કને જોઈને ડરી ગઈ હતી. પિતાએ તેને એ ડર દૂર કરવા માટે શાર્કની બુક્સ લાવી આપી. એ વાંચીને તેનો ડર પ્રેમમાં ફેરવાઈ ગયો. તેને શાર્કને સમજવાનું અને એના માટે કામ કરવાનું ઝનૂન એવું ચડ્યું કે તેણે એને જ કરીઅર બનાવી લીધી. પ્રેમ જાગ્યો ત્યારે તેણે પહેલી વાર શાર્કનું નાનું ટૅટૂ શરીર પર બનાવ્યું હતું. એ પછી વન બાય વન ટૅટૂની સંખ્યા વધતી જ ગઈ. હવે ૧૦૬ શાર્ક-ટૅટૂ થઈ ગયાં છે ત્યારે તે સૌથી વધુ શાર્કનાં ટૅટૂ ધરાવતી મહિલાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.

guinness book of world records offbeat news united states of america washington international news