12 November, 2025 02:32 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent
મેક્સિકન સંસ્કૃતિમાં શ્વાનોને આધ્યાત્મિક રક્ષકના સ્વરૂપમાં જોવામાં આવે છે
મેક્સિકોમાં માન્યતા છે કે એક ખાસ પ્રજાતિના ડૉગીઝ જેમના શરીર પર જરાય વાળ નથી હોતા એ ભલે દેખાવમાં કદરૂપા હોય, પણ એ પૃથ્વી પરથી નીકળતા આત્માઓનું પરલોક સાથે અનુસંધાન કરાવી આપે છે. તાજેતરમાં મેક્સિકોમાં ડે ઑફ ડેડ એટલે કે મૃત્યુનો દિવસ ઊજવાયો ત્યારે આ ડૉગીઝને ઍલેબ્રીજે નામની આર્ટથી રંગવામાં આવ્યા. આ વર્ષો જૂની પરંપરા છે. હવે તો આ પ્રજાતિના બહુ ઓછા ડૉગીઝ જોવા મળે છે એટલે મેક્સિકોમાં આ પ્રજાતિના લુક જેવા રમકડાના કૂતરા લાવે છે અને એને પરંપરાગત પેઇન્ટિંગથી સજાવે છે. હર્બલ વૉટર કલરથી સજાવવામાં આવતી આ આર્ટવાળા ડૉગીઝને લોકો પૂજનીય માને છે. મેક્સિકન સંસ્કૃતિમાં શ્વાનોને આધ્યાત્મિક રક્ષકના સ્વરૂપમાં જોવામાં આવે છે.