08 March, 2026 02:03 PM IST | Germany | Gujarati Mid-day Correspondent
કેટલાય લોકો રજાના દિવસે સમય કાઢીને પોલૅન્ડ જઈને ટાંકી ફુલ કરાવી રહ્યા છે.
મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે જર્મનીમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ સ્કાયરૉકેટ વધી ગયો છે. એને કારણે જર્મનીના લોકો સસ્તું ફ્યુઅલ ખરીદવા માટે પાડોશી દેશ પોલૅન્ડમાં જઈ રહ્યા છે. જર્મનીમાં એક લીટરના ૧૭ રૂપિયા જેટલો ભાવ વધી ગયો છે જ્યારે પોલૅન્ડમાં પહેલેથી જ પેટ્રોલ-ડીઝલ સસ્તાં છે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં કાચા તેલના ભાવમાં વધારો થવાથી ફ્યુઅલ રેટ વધી ગયો છે. એને કારણે જર્મનીમાં અનેક લોકો પોતાના કારની ટાંકી ફુલ કરાવવા માટે સીમા પાર કરીને પોલૅન્ડ જઈ રહ્યા છે. કેટલાક તો વધુ બચત માટે કેનમાં પણ ફ્યુઅલ ભરીને સાથે લઈ જઈ રહ્યા છે. કેટલાય લોકો રજાના દિવસે સમય કાઢીને પોલૅન્ડ જઈને ટાંકી ફુલ કરાવી રહ્યા છે. યુરોપમાં દેશોની સરહદો એટલી નજીક હોય છે કે બે દેશો વચ્ચે આવનજાવન ખૂબ જ સરળ છે, પરંતુ લોકો સસ્તી ચીજો અને સ્કીમોનો લાભ લેવા પાડોશી દેશોમાં જઈ આવે એ જરા વધુપડતું નથી?